ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 24, 2025 1:53 પી એમ(PM)

printer

ઝારખંડમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં 3 નક્સલવાદીઓ ઠાર

ઝારખંડના લાતેહાર-લોહરદગા જિલ્લાની સરહદ પર સ્થિત ઇચ્છાબાર જંગલમાં આજે સવારે પોલીસ અને JJMP-ઝારખંડ જન્મ મુક્તિ પરિષદ, નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં 3 નક્સલવાદીઓ ઠાર થયા.
આ અથડામણમાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે
ઉલ્લેખનીય છે કે લાતેહારના SP કુમાર ગૌરવને ગુપ્ત માહિતી મળી હતી કે JJMP નક્સલવાદીઓની એક ટુકડી ઇચ્છાબાર જંગલમાં એકઠી થઈ છે. માહિતી બાદ પોલીસ ટીમે જંગલમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, હાલમાં, પોલીસ આખા જંગલને ઘેરી લઈને શોધ અભિયાન ચલાવી રહી છે.