ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2024 7:40 પી એમ(PM) | ચૂંટણી

printer

ઝારખંડમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમી વધી રહી છે.

ઝારખંડમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમી વધી રહી છે. શાસક જેએમએમ અને વિપક્ષ ભાજપ મતદારોનો ટેકો મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. ઝારખંડના ભાજપના ચૂંટણી ઇનચાર્જ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, જો ભાજપ સત્તા પર આવશે તો તે રાજ્યમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ- NRC નો અમલ કરશે. શ્રી ચૌહાણે જણાવ્યું કે મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકાર ઘુસણખોરી માટે જવાબદાર છે.
દરમિયાન, જેએમએમના મહામંત્રી સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, ભાજપ લોકોને વિકાસના નામે ગેરમાર્ગે દોરી રહ્યોછે. ઝારખંડમાં 13 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. 23 નવેમ્બરે મતગણતરી થશે.