ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 8:12 પી એમ(PM)

printer

ઝારખંડમાં ચંપઇ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુએક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે

ઝારખંડમાં ચંપઇ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુએક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. શ્રીહેમ્બ્રોમ બોરિઓ વિધાનસભા બેઠક પરથી જેએમએમના ભૂતપુર્વ ધારાસભ્ય છે. આ પ્રસંગેભારતીય જનતા પાર્ટીના ઝારખંડનાં ચૂંટણી સહ-ઇન્ચાર્જ હિમંતા બિસ્વા સર્મા અને રાજ્યભાજપ પ્રમુખ બાબુલાલ મરાન્ડી ઉપસ્થિત રહ્યા હતા. હેમ્બ્રોમે જણાવ્યું કે, બાંગલાદેશમાંથી બેફામ ઘુસણખોરીને કારણેરાજ્યના સંથાલ પરગણા વિસ્તારમાં આદિવાસીઓની ઓળખ અને અસ્તિત્વ પર સંકટ છે અને તેનેબચાવવા માટે તેઓ ભાજપનાં જોડાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ