ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

printer

આવતીકાલે ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો સહિત 10 રાજયોની 31વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે થશે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાની 43 અને 10 રાજ્યોની 31 વિધાસભા બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે. આવતી કાલે કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકોની ચૂંટણી માટે તમામ સલામતી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઇ છે. મતદાન સવારે સાત વાગે શરૂ થશે અને સાંજે પાંચ વાગે પૂર્ણ થશે. એક કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલા સહિત 683 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.સલામતી દળોએ મતદારોમાં વિશ્વાસ કેળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. અગાઉ 10 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી, પણ સિક્કિમની બે બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાનાં બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાતા હવે 31 બેઠકો માટે મતદાન યોજાશે.