ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

printer

ઝારખંડના હજારીબાગમાં ટોચના ત્રણ નક્સલી ઠાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CRPFની કોબ્રા બટાલિયન અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં કુખ્યાત નક્સલ કમાન્ડર સહદેવ સોરેન, જેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું, તે માર્યો ગયો છે. સહદેવ સોરેનની સાથે, બે અન્ય ઈનામી નક્સલીઓ – રઘુનાથ હેમ્બ્રમ અને બિરસેન ગંઝુને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.
ગૃહમંત્રીએ માહિતી આપી હતી કે આ કાર્યવાહી પછી, ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.