ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 4, 2025 8:32 પી એમ(PM)

printer

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું ૮૧ વર્ષની વયે અવસાન થયું

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું આજે સવારે નવી દિલ્હીમાં ૮૧ વર્ષની વયે અવસાન થયું. રાજ્યસભાના સાંસદ શિબુ સોરેન કિડનીની બીમારીથી પીડાતા હતા અને દોઢ મહિના પહેલા તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેઓ છેલ્લા એક મહિનાથી દિલ્લીની સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની મુલાકાત લઈને શ્રી સોરેનને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, શ્રી સોરેનનું અવસાન સામાજિક ન્યાયના ક્ષેત્રમાં એક મોટું નુકસાન છે. તેમણે આદિવાસી ઓળખ અને ઝારખંડ રાજ્યના નિર્માણ માટે અથાક પ્રયાસો કર્યા હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, શ્રી સોરેને આદિવાસી સમુદાયો, ગરીબ અને ઉપેક્ષિત લોકોના સશક્તિકરણ માટે વિશેષ પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રીએ સોરેનના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઝારખંડમાં આજથી ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. શ્રી શિબુ સોરેનના નિધનને કારણે ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે.