ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્યકુમાર ચૌધરીએ કહ્યું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘટનાસ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે.