ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 7, 2024 7:10 પી એમ(PM)

printer

ઝામ્બિયાના લુસાકામાં ઝામ્બિયા-ભારત સંયુક્ત સ્થાયી આયોગના 6ઠ્ઠા સત્રની બેઠક યોજાઇ હતી

ઝામ્બિયાના લુસાકામાં ઝામ્બિયા-ભારત સંયુક્ત સ્થાયી આયોગના 6ઠ્ઠા સત્રની બેઠક યોજાઇ હતી.જેની સહ-અધ્યક્ષતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ અને ઝામ્બિયાના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી મુલામ્બો હેમ્બેએ કરી હતી.સત્ર દરમિયાન, બંને નેતાઓએ કૃષિ, શિક્ષણ, ઉર્જા, સંરક્ષણ અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારનીસમીક્ષા કરી અને ચર્ચા કરી હતી. બંનેએ દ્વિપક્ષીય સંબંધોમાં વધતી ગતિની પણ પ્રશંસાકરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુર્નોચ્ચારકર્યો હતો. મીટિંગમાં, ભારતે ઝામ્બિયામાં ચાલી રહેલી દુષ્કાળની સ્થિતિ પર પણચિંતા વ્યક્ત કરી અને ઝામ્બિયાને 2 હજાર 500 મેટ્રિક ટન મકાઈના સ્વરૂપમાં સામગ્રી સહાય પૂરી પાડવાની ખાત્રી ઉપર ભાર મૂક્યો હતો.આ સહાયસામગ્રી ટૂંક સમયમાં ઝાંબિયા પહોચશે.