જ્યોર્જિયાના બાટુમીમાં મહિલા ચૅસ વિશ્વ-કપની ફાઈનલમાં આજે ભારતનાં ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી અને આંતર-રાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખ ટ્રાઈબ્રેકરમાં ટકરાશે. ફાઈનલમાં આ બંને ખેલાડી વચ્ચે અગાઉની બે મૅચ ડ્રૉ રહી હોવાથી વિજેતાનો નિર્ણય હવે ટાઈબ્રેકરથી કરાશે. ભારતીય સમય મુજબ, આ મૅચ બપોરે દોઢ વાગ્યાથી શરૂ થશે.
ટ્રાઈબ્રૅકરમાં દસ—દસ મિનિટની બે રૅપિડ મૅચ રમાશે. રૅપિડમાં પણ પૉઈન્ટ બરાબર રહેશે તો પાંચ મિનિટની બીજી બે મેચ રમાશે. ત્યારબાદ પણ જો મુકાબલો ડ્રૉ રહે તો ત્રણ-ત્રણ મિનિટની બે બ્લિટ્ઝ મૅચ રમાશે.
Site Admin | જુલાઇ 28, 2025 2:07 પી એમ(PM)
જ્યોર્જિયામાં મહિલા ચૅસ વિશ્વ-કપની ફાઈનલમાં આજે ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પી અને આંતર-રાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખ વચ્ચે ટ્રાઈબ્રેકરનો મુકાબલો.
