પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જ્યારે નવીનીકરણ અને ટેકનોલોજીની વાત થાય છે, ત્યારે ભારતીય યુવાનો શ્રેષ્ઠતમ યુવાનોમાં સ્થાન પામે છે. શ્રી મોદીએ ગિટહબના સીઇઓ થોમસ ડોમકેની એક સોશિયલ મિડિયા પોસ્ટ રજૂ કરી હતી, જેમાં તેમણે પૃથ્વી પર સૌથી ઝડપથી વધી રહેલા ડેવલપરની સંખ્યા બદલ ભારતની પ્રશંસા કરી હતી. શ્રી ડોમકેએ જણાવ્યું કે, ભારતનાં ડેવલપર બહુ ઝડપથી આગળ વઘી રહ્યા છે અને એક મહત્વપૂર્ણ ટુલ તરીકે એઆઇનો ઉપયોગ કરે છે.
તેમણે જણાવ્યું કે, જાહેર ઉત્પાદક એઆઇ પ્રોજેક્ટ્સમાં ભારતનું યોગદાન બીજા ક્રમે છે. એવી સંભાવના છે કે આગામી મહાન એઆઇ બહુરાષ્ટ્રીય કંપનીની શરૂઆત આ જ મહાદ્વીપમાં થશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:54 પી એમ(PM)
જ્યારે નવીનીકરણ અને ટેકનોલોજીની વાત થાય છે, ત્યારે ભારતીય યુવાનો શ્રેષ્ઠતમ યુવાનોમાં સ્થાન પામે છે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
