જાન્યુઆરી 6, 2026 9:10 એ એમ (AM)

printer

જો હિંસા વધશે તો તેઓ વિરોધીઓને ટેકો આપશે – ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાનમાં ત્રણ વર્ષમાં સૌથી ખરાબ બળવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયાને દસ દિવસ વીતી ગયા છે. મુખ્ય શહેરોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હિંસા વધશે તો તેઓ વિરોધીઓને ટેકો આપી શકે છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે સુરક્ષા વ્યૂહરચના અને આકસ્મિક યોજનાઓની સમીક્ષા કરવા માટે એક કટોકટી બેઠક યોજી હોવાના અહેવાલ છે. દરમિયાન વિદેશ મંત્રાલયે માર્ગદર્શિકા જારી કરીને ભારતીય નાગરિકોને હાલ ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે નિવાસી વિઝા પર ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.