ડિસેમ્બર 11, 2024 3:08 પી એમ(PM)

printer

જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર કૃત્રિમ બુધ્ધિમત્તાનાં સંચાલન માટેનો કાયદો બનાવવા તૈયાર :કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નાં સંચાલન માટેનો કાયદો બનાવવા માટે તૈયાર છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને AI આધારિત નીતિમત્તા પર કાયદાકીય માળખા વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર ટેક્નોલોજીના લોકશાહીકરણમાં માને છે અને તેણે સૌથી ગરીબના હાથમાં ટેક્નોલોજી આપી છે. તેમણે કહ્યું કે, દેશમાં એક વ્યાપક ભારત AI મિશન શરૂ કરવામાં આવ્યું છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, એઆઇ ફ્યુચર સ્કિલ્સ પ્લેટફોર્મ પર 8 લાખ 60 હજાર લોકોએ નોંધણી કરાવી છે.