મહેસાણાના બે વિદ્યાર્થીની ભારતીય હૅન્ડબૉલ ટીમમાં પસંદગી થઈ છે. કડીની PMG ઠાકર આદર્શ શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થી જેમિન વિહોલ અને ચિરાગ પ્રજાપતિ આગામી પ્રથમ ઍશિયન હૅન્ડબૉલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જોર્ડનમાં આ રવિવારથી શરૂ થતી સ્પર્ધામાં આ બંને ખેલાડી ભાગ લેશે. તેમની પસદંગી થવા બદલ શાળાના વિદ્યાર્થીઓ, સંચાલકો સહિતના તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 7:18 પી એમ(PM)
જોર્ડનમાં આ રવિવારથી શરૂ થતી ઍશિયન હૅન્ડબૉલ સ્પર્ધામાં મહેસાણાના બે ખેલાડીની પસંદગી
