ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 2:27 પી એમ(PM) | જોર્ડન

printer

જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસને કહ્યું કે, તેમનો દેશ ગાઝાના 2,000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે

જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસને કહ્યું કે, તેમનો દેશ ગાઝાના 2,000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે.
જોર્ડનની સરકારી પેટ્રા ન્યૂઝ એજન્સી અનુસાર, પ્રધાનમંત્રી હસને જોર્ડનના સ્પષ્ટ અને અડગ વલણને ફરીથી સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, પેલેસ્ટાઇન નિવાસીઓનું પુનર્વસન કે વિસ્થાપન થવું જોઈએ નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે, પેલેસ્ટાઇનના નાગરિકોના મુદ્દાનો કોઈ ઉકેલ જોર્ડનના ભોગે ન આવવો જોઈએ. જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયએ વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનના નાગરિકોને સ્થળાંતર કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને નકારી કાઢ્યાના એક દિવસ પછી શ્રી હસને આ ટિપ્પણી કરી હતી.