આજે જન ઔષધિ દિવસ છે. જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 7 માર્ચે જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો ઉદ્દેશ્ય દરેકને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડવાનો છે.પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો પર જેનેરિક દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કેન્દ્રો પર, બજાર કરતાં 50 થી 80 ટકા સસ્તા દરે દવાઓ ખરીદી શકાય છે. શ્રેષ્ઠ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે, અહીં ફક્ત પ્રમાણિત ઉત્પાદકો પાસેથી ખરીદેલી દવાઓ જ ઉપલબ્ધ છે. આ પહેલને ટેકો આપવા માટે રસાયણ અને ખાતર મંત્રાલયે દેશભરમાં એક સપ્તાહની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.
Site Admin | માર્ચ 7, 2025 9:36 એ એમ (AM)
જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આજે જન ઔષધિ દિવસની ઉજવણી.