આ વર્ષે જૂન મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન-EPFOએ 21 લાખ 89 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો નોંધાવ્યો છે. આ આંકડો 9.14 ટકાનો વધારો દર્શાવે છે, જે એપ્રિલ 2018માં પેરોલ ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ રેકોર્ડ વધારો દર્શાવે છે.શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ મહિનામાં લગભગ 10 લાખ 62 હજાર નવા સબ્સ્ક્રાઇબર્સ નોંધાયા છે, જે મે 2025ની સરખામણીમાં 12.68 ટકા અને ગયા વર્ષના જૂનની સરખામણીમાં 3.61 ટકાનો વધારો દર્શાવે છે.મંત્રાલયે જણાવ્યું કે 18-25 વય જૂથમાં લગભગ છ લાખ 39 હજાર નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે. વધુમાં, ત્રણ લાખથી વધુ નવી મહિલા સબ્સ્ક્રાઇબર્સ EPFOમાં જોડાયા છે, જે પાછલા મહિનાની સરખામણીમાં આશરે 15 ટકાનો વધારો દર્શાવે છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 8:15 એ એમ (AM)
જૂન મહિનામાં EPFOમાં 21 લાખ 89 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો