જાન્યુઆરી 4, 2026 7:08 પી એમ(PM)

printer

જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ.

જૂનાગઢમાં આજે 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ. ભાઈઓ માટેની અંબાજી શિખર સુધીની 5 હજાર 500 પગથિયાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં અલ્પેશ સોલંકીએ 62 મિનિટ અને 51 સેકન્ડમાં ગિરનાર સર કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું,
જ્યારે જુનિયર વિભાગમાં રામ બચ્ચન દીવાકર પ્રથમ વિજેતા બન્યા હતા તેમણે 62 મિનિટ અને 5 સેકન્ડમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. બહેનો માટે માળી પરબ શિખર સુધીની 2 હજાર 200 પગથિયાની સ્પર્ધા યોજાઈ, જેમાં સિનિયર વિભાગમાં રીંકલ જાડા એ 37 મિનિટ 47 સેકન્ડમાં આ શિખર સર કરીને પ્રથમ ક્રમ મેળવ્યો જ્યારે જુનિયર વિભાગમાં કાજલ સોલંકી 38 મિનિટ 50 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે રહ્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.