જૂનાગઢમાં આજે ગિરનાર પર્વત ઉપર 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ રહી છે. અત્યારે સવારે સાત કલાકે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. ત્યારે સિનિયર અને જુનિયર ભાઈઓ મળી 791 અને 324 બહેનોએ ગિરનાર સર કરવા માટે દોટ મૂકી હતી. ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના 5 હજાર 500 પગથિયા અને બહેનો માટે માલી પરબ શિખર સુધીના બે હજાર 200 પગથિયાનુ લક્ષ્યાંક રાખવામાં આવતું હોય છે, સાહસ અને શૌર્યથી ભરપૂર આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે એક કલાકે વિજેતાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 10:09 એ એમ (AM)
જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ