જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અંબાજી, ભીડભંજન અને ગુરુદત્તાત્રેય ત્રણેય મંદિરનો વહીવટ હાલ પૂરતો મામલતદારને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરીબાપુ બ્રહ્મલીન થતાં આ મંદિરના ગાદીપતિ તરીકે સાધુ-સંતોમાં વિવાદ છેડાયો હતો.
Site Admin | નવેમ્બર 29, 2024 7:29 પી એમ(PM)
જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે
