ઓગસ્ટ 5, 2025 6:39 પી એમ(PM)

printer

જૂનાગઢનું કેશોદ હવાઈમથક જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

જૂનાગઢનું કેશોદ હવાઈમથક જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે. આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે ભારતીય હવાઈ મથક સત્તામંડળે કેશોદ હવાઈમથકના રન-વેને 2500 મીટર સુધી લંબાવવા અંદાજે 364 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કામ હાથ ધર્યું છે. આ ઉપરાંત નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે 400 આગમન અને 400 નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરાશે. અંદાજે જાન્યુઆરી 2027માં આ કાર્ય પૂર્ણ થશે. આ અંગે શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે, આ કામને પરિણામે એશિયાઇ સિંહોને જોવા માટે આવતા લોકોને ગીર નેશનલ પાર્કની મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિરનીમુલાકાત લેવામાં ઘણી સરળતા રહેશે.