ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM) | જૂનાગઢ

printer

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે.
વિધિવત રીતે આજથી કારતક સુદ એકાદશીથી લીલી પરિક્રમા શરૂ થાય છે. જૂનાગઢમાં પરિક્રમા માટે બે દિવસ અગાઉથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી પહોંચતા, તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ માટે ખોલવામાં આવ્યો છે. ગઇકાલે વહેલી સવારથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી દીધી હતી..
જુનાગઢના અમારાં પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે, ગિરનાર જંગલમાં અંદાજે પચાસ હજાર યાત્રાળુઓ પરિક્રમાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે.
લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓના ધસારાના પગલે એસ.ટી. નિગમે અમદાવાદ થી જૂનાગઢ વચ્ચે વધારાની 50 બસો દોડાવી રહ્યા છે.