ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 2, 2025 7:18 પી એમ(PM)

printer

જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાના ઘટાડા કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, નાગરિકોને ઓછા દરે વીજળી આપવા જુલાઈ 2025થી વીજ ઉપયોગ પર ફ્યૂઅલ સરચાર્જ પ્રતિયુનિટ 2.30 રૂપિયાના ઘટાડેલા દર સાથે લેવાશે. આ નિર્ણયથી રાજ્યના એક કરોડ 75 લાખ જેટલા ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અંદાજે 400 કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે.