ડિસેમ્બર 8, 2025 8:50 એ એમ (AM)

printer

જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું

પુરુષ જુનિયર હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જર્મનીએ ભારતને 5-1થી હરાવ્યું.ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી આ મેચમાં જર્મની તરફથી લુકાસ કોસેલ, ટાઇટસ વેક્સ, જોનાસ ગેર્સમ અને બેન હાશબેકે ગોલ કર્યા હતા. ભારત તરફથી અનમોલ એકાએ એકમાત્ર ગોલ કર્યો હતો. ભારત હવે બુધવારે કાંસ્ય ચંદ્રક માટે આર્જેન્ટિના સામે રમશે, જ્યારે ફાઇનલમાં જર્મનીનો મુકાબલો સ્પેન સામે થશે.