મે 25, 2025 9:25 એ એમ (AM)

printer

જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધામાં, ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધામાં, ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જર્મનીના સુહલમાં યોજાયેલી આ જ ઇવેન્ટમાં, ભારતની ઓજસ્વી ઠાકુરે રજત ચંદ્રક જીત્યો છે.

આ પહેલા, નારાયણ પ્રણવ વનિતા સુરેશે પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કાંસ્ય અને મુકેશ નેલાવલ્લીએ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો હતો.

ભારત બે સુવર્ણ , ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક સહિત કુલ આઠ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે.