જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેર તરફથી સંચાલિત થતી 250થી વધુ નિયમિત સેવા, ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને રાખી વધારાની 300 મોટી બસથી ચાર હજારથી વધુ ફેરા અને 70 મિની બસથી એક હજારથી વધુ ફેરા કરાશે.
સત્તાવાર યાદી મુજબ, જુનાગઢથી ભવનાથ તળેટી આવવા-જવા દૈનિક 70 મિની બસ મારફતે અલગથી બૂથ ગોઠવી સંચાલન કરાશે. રાજકોટથી 40, દેવભૂમિ દ્વારકા, ઉના અને જામનગરથી 30—30, સોમનાથ, અમરેલી અને પોરબંદરથી
35—35, ભાવનગરથી 25, વડોદરા અને અમદાવાદથી 20—20 બસ દોડાવાશે. બસના સમયની જાણકારી માટે 24 કલાક કન્ટ્રૉલ રૂમ તેમ જ એનાઉન્સમેન્ટ પણ શરૂ કરાશે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 8:14 એ એમ (AM) | જુનાગઢ
જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
