જીરાની નિકાસમાં ગુજરાતના ઊંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું છે.
ગુજરાત જીરું અને અન્ય મસાલાઓના બીજની નિકાસમાં અગ્રેસર છે, જે દેશની કુલ નિકાસમાં લગભગ 80 ટકા નું યોગદાન આપે છે. મહેસાણાના ઊંઝા શહેરે જીરાના વેપારમાં ગુજરાતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે, જે ભારત અને વિદેશોમાં પણ જીરાનો પુરવઠો પૂરો પાડે છે.
આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ જીરાના વેપારમાં ઊંઝાના વૈશ્વિક નેતૃત્વને ઉજાગર કરશે. ઉત્તર ગુજરાતની ઊંઝા APMCમાં 2025માં 54 હજાર 410 મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, મહેસાણા જિલ્લામાંથી વિશ્વભરના 101 દેશોમાં આશરે 3 હજાર 995 કરોડ રૂપિયાના જીરા અને અન્ય મસાલાઓના બીજની નિકાસ કરવામાં આવી હતી. આ માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ચીન 25 ટકા, બાંગ્લાદેશ 16 ટકા, યુ.એ.ઈ. 10 ટકા, યુ.એસ.એ. 5 ટકા અને મોરોક્કો 4 ટકાનો સમાવેશ થાય છે.
ઊંઝા સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડતો પ્રવેશદ્વાર છે, જે વિશ્વના મસાલા ઉદ્યોગમાં ભારતનો વધતો પ્રભાવ દર્શાવે છે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 9:27 એ એમ (AM)
જીરાની નિકાસમાં ગુજરાતના ઊંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું