રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુજરાત સામાન્ય પ્રવેશ પ્રક્રિયા – જીકાસ પૉર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિશ્વ-વિદ્યાલયમાં પ્રવેશ માટે એક સાથે અરજી કરી શકાય છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રવેશના પ્રથમ તબક્કા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કાર્યક્રમ માટે 56 હજાર પાંચ વિદ્યાર્થીઓએ પસંદગી આપી. તેમાંથી 16 હજાર 171 વિદ્યાર્થીઓએ પ્રવેશ સ્વીકાર્યો છે.જ્યારે ખાનગી વિશ્વ-વિદ્યાલયમાં આ વર્ષે ત્રણ લાખ 15 હજાર 791 વિદ્યાર્થીએ અત્યાર સુધી જીકાસ પૉર્ટલ પર તેમની અરજીની ખરાઈ કરાવી. તેમાંથી એક લાખ 26 હજાર 693 વિદ્યાર્થીઓએ પ્રવેશ સ્વીકાર્યો છે. હવે બાકી રહેલા એક લાખ નેવ્યાસી હજાર 98 વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો આગામી તબક્કો આવતીકાલે શનિવારથી શરૂ થશે. જ્યારે પ્રવેશ કાર્યવાહી ત્રણ જુલાઈ સુધીમાં પૂર્ણ કરાશે.
Site Admin | જૂન 20, 2025 8:39 એ એમ (AM)
જીકાસ પૉર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ગુજરાત યુનિવર્સિટીમાં 16 હજાર 171 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો