એપ્રિલ 5, 2025 8:00 પી એમ(PM)

printer

જિલ્લા શિક્ષણાધિકારીઓ ગરમીનું પ્રમાણ જોઇને પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરી શકશે

પ્રાથમિક શાળાના બાળકો “હીટવેવ”નો શિકાર ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. પ્રાથમિક વિભાગની શાળાઓ માટેની માર્ગદર્શિકા જાહેર કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે, રાજ્યનાં તમામ જિલ્લાઓના શિક્ષણ અધિકારીએ આ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી મેળવવાની રહેશે નહિ.
વિધાર્થીઓ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં રમતગમતની પ્રવૃતિઓ કરી શકશે નહિ. અને શિક્ષકોએ વિધાર્થીઓને સમયસર પાણી પીવાનું યાદ કરાવવાનું રહેશે.