માર્ચ 3, 2025 7:14 પી એમ(PM)

printer

જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ ત્રણ માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરાઈ છે

જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ ત્રણ માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરાઈ છે. આ શાળામાં આવતીકાલે રૂપિયા એક-એક લાખ રૂપિયાનો પુરસ્કાર અને
પ્રમાણપત્ર એનાયત કરાશે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 80 ટકાથી વધુ પરિણામ લાવનારી અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર શાળાઓને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ તરીકે પસંદગી કરાઇ છે. જેમાં પાટણની આદર્શ વિદ્યાલય, રાધનપુરની નાલંદા માધ્યમિક શાળા અને પાટણના બાલીસણાની સી.વી. વિદ્યાલયનો સમાવેશ થાય છે.