જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીયકાર્યશાળાના ઉદ્ઘાટન સમયે આ વાત કહી હતી. ખુરશીઓ અને કોમ્પ્યુટર જેવી જૂની વસ્તુઓનીપર્યાવરણીય અસરને ધ્યાનમાં રાખીને શ્રી સિંહે ભૌતિક ફાઈલો ઘટાડવા અને શાસનમાં સુધારાપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સુશાસનની પ્રથાઓનો વ્યાપક પ્રસાર સુનિશ્ચિત કરવામાટે સ્વચ્છતા અભિયાનને પાયાના સ્તર સુધી વિસ્તારવાની જરૂર છે. ડૉ. સિંહે શાળાઓમાં સ્વચ્છ શૌચાલય સુનિશ્ચિત કરવા જેવા મુદ્દાઓનામહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંઆ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:56 પી એમ(PM)
જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે
