ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 2:18 પી એમ(PM)

printer

જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ કરવાનાં આશયથી આજથી દેશભરમાં તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવશે

જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ કરવાનાં આશયથી આજથી દેશભરમાં તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવશે. આ સપ્તાહની વિષયવસ્તુ છે- રાષ્ટ્રની સમૃધ્ધિ માટે પ્રામાણિકતાની સંસ્કૃતિ. શાસન અને જાહેર વહીવટમાં નૈતિકતા અને પારદર્શિતાની જરૂરિયાત અંગે વધુ સંવેદનશીલતા લાવવા માટે આ સપ્તાહ મનાવવામાં આવે છે. સપ્તાહનું પાલન મંત્રાલયો, વિભાગો, જાહેર એકમો, બેન્કો અને અન્ય તમામ સંગઠનોમાં લોક સેવકો દ્વારા શપથ સાથે શરૂ થશે. સપ્તાહ દરમિયાન ભ્રષ્ટ આચરણ વિરુધ્ધ જાગૃતિ પેદા કરવા માટે અનેક સમારોહનું આયોજન કરવામાં આવશે. ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલનાં જન્મદિવસનાં સપ્તાહમાં દર વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.