ડિસેમ્બર 5, 2025 10:37 એ એમ (AM)

printer

જાસૂસીના કેસમાં ગુજરાત ATSએ ઝડપેલા બે આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર

ગુજરાત આતંકવાદ વિરોધીદળે દેશની જાસૂસી કરવાના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં ebLE તેમને 12 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.અમદાવાદની વિશેષ અદાલત સમક્ષ આ બંને આરોપીઓને રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જાસૂસી જેવા ગંભીર ગુનામાં સંડોવણીની રજેરજની વિગતો મેળવવાની એટીએસે અદાલત સમક્ષ રજૂઆત કરતાં કોર્ટે બંને આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ATSની વિશેષ ટીમે વિશેષ અભિયાન હેઠળ ગોવાથી એક વ્યક્તિ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી મહિલાની ધરપકડ કરી છે. આ બંને આરોપી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓને પહોંચાડતા હતા.તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં પણ તેઓ સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.આ બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન ગુજરાત ATS હવે આ નૅટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ કરશે.