મે 12, 2025 2:55 પી એમ(PM)

printer

જામનગર હવાઈ મથક આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા 32 હવાઈમથક ફરી શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની 15 તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા. જામનગર હવાઈ મથક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે, હવે અહીંથી રાબેતા મુજબ ફલાઇટ ઉડાન ભરશે.