સપ્ટેમ્બર 19, 2024 3:27 પી એમ(PM) | જામનગર

printer

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. શહેરના અલગ અલગ વિસ્તારમાં ૩૪ વિજ ચેકીંગ ટુકડીઓએ તપાસ કરી હતી..શહેરમાં 341 મીટરની તપાસ દરમિયાન ૫૩ વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૩.૯૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે જામનગર શહેરના ધરાર નગર, બેડેશ્વર, નીલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ, ગાંધીનગર અને વાલસુરા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ નિવૃત આર્મી મેન અને ૧૦ પોલીસના જવાનોની મદદ પણ લેવાઇ હતી..