ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 15, 2025 6:10 પી એમ(PM) | bridge lokarpan | Jamnagar | mulubhai bera

printer

જામનગર: પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું

રાજ્ય પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાનાં વાંસજાળિયા ગામે નિર્માણ થનાર મેજરબ્રિજનું ખાતમુહુર્ત કર્યું. છ કરોડ 56 લાખનાં ખર્ચે બનનાર આ બ્રિજ 111.60 મીટર લાંબો અને 12 મીટર પહોળો બનશે. આ બ્રિજ બનવાથી વાંસજાળિયા, તરસાઇ, સતાપર તથા આજુબાજુના રહેવાસીઓને ફાયદો થશે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આ બ્રિજ બનાવાથી 45 હજાર લોકોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. આ રસ્તો જામનગર જિલ્લાને પોરબંદર જિલ્લા સાથે જોડતો અગત્યનો મુખ્ય જીલ્લા માર્ગ છે. અહી નજીકમાં સતાપર ગામે ધાર્મિક સ્થળ આવેલું હોવાથી પણ અનેક લોકો તેની મુલકાત લેતા હોવાથી હવેથી વાહનચાલકોને પણ સરળતા રહેશે.