ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 21, 2025 6:32 પી એમ(PM) | જામનગર

printer

જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું

જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલ્લ માધ્યમથી પી.એમ.કિસાનનિધિ યોજનાના 19 માંહપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ પ્રગતિ ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવાયો હતો.આ પ્રસંગે જામનગર જિલ્લાના 99,703 ખેડૂતોને 22.91 કરોડની સહાય તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી હતી.આ સમારોહમાં પીએમ કિસાન સન્માન નિધિની સાથે જામનગર જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાવર થ્રેસર, ટ્રેક્ટર,રોટાવેટર,પ્લાઉ,ઓરણી સહિતની યોજનાના ખેડૂત લાભાર્થીઓને પણ 66.67 લાખ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયુ હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.