જામનગરમાં આજે સતત છઠ્ઠા દિવસે વસ્તુ અને સેવા કર – GST વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. GSTની ટીમે અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહાર તપાસ્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદની GST ટીમ દ્વારા હાથ ધરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં વિભાગે વિવિધ પેઢીઓ અને તેની સાથે સંકળાયેલા લોકો સામે તપાસ ચાલુ રાખી છે.
તાજેતરમાં જ અંદાજે પાંચ કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટૅક્સ ક્રેડિટ બ્લૉક કરવામાં આવી છે. તેમજ એક કરોડ રૂપિયાથી વધુનું બૅન્ક બૅલેન્સ ટાંચમાં લેવાયું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ હજી સુધી GST ટીમથી ફરાર છે. વિભાગે તેમને સમન્સ નોટિસ આપીને તપાસમાં સહકાર આપવા આદેશ આપ્યો છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:20 પી એમ(PM)
જામનગરમાં સતત છઠ્ઠા દિવસે GST વિભાગે તપાસ કરી 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહાર ચકાસ્યા