જામનગરમાં શ્રી પાંચ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે કારતક પૂનમ નિમિત્તે પૃથ્વી પરિક્રમા યોજાઈ. તેમાં સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ખીજડા મંદિરેથી હવાઈચોક, સૅન્ટ્રલ બૅન્ક, દરબારગઢ, કાલાવડ નાકા બહાર થઈ ઠેબા ચોકડી પાસે આવેલા 12 હજાર પારાયણ મહામહોત્સવ સ્થળ મૂલ મિલાવા ખાતે આ પદયાત્રા પહોંચી હતી, જ્યાં સંત ગુરુજનોએ ધર્મધ્વજા લહેરાવી મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે પધારેલા સુંદરસાથ ભાવિકોએ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે પણ સેવાનો ધોધ વહાવ્યો હતો.
Site Admin | નવેમ્બર 6, 2025 3:34 પી એમ(PM)
જામનગરમાં શ્રી પાંચ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે કારતક પૂનમ નિમિત્તે પૃથ્વી પરિક્રમા યોજાઈ