ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે.
મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક લાવારિસ જણાતી વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા બે મહિના પૂર્વે જ આ જર્જરિત મકાનો ખાલી કરાવવામાં આવતા મોટી દુર્ઘટના અટકી જવા પામી છે, હાલ પણ ભયજનક મકાનો ખાલી કરવા ની કામગીરી ચાલુ છે.