માર્ચ 3, 2025 2:54 પી એમ(PM)

printer

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જામનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એ. ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા અને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા એ.એસ.આઇ. બસીર મુદ્રાકના પુત્રી સુઝાન મુદ્રાકને હ્યુમન ટોર્ચ સ્કૂલ ઓફ નર્સિંગ જામનગરમાં વર્ષ 2025 માટે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
નર્સિંગ સ્કૂલ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં તેઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.