જાફરાબાદ દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં ગુમ થયેલા માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી સહાય મળશે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી.મુલાકાત બાદ મંત્રી બાવળીયાએ જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે મૃતક ખલાસીના પરિવારને રાજ્ય સરકારની સહાય તાત્કાલિક મળે તે માટે સૂચના આપી હતી.ભારે વરસાદ અને તોફાની પરિસ્થિતિમાં જાફરાબાદ દરિયામાં ત્રણ માછીમારી બોટોના 11 માછીમારો ગુમ થયા હતા. પીપાવાવ કોસ્ટગાર્ડના બે શિપ અને ચાર હેલિકોપ્ટર દ્વારા 20 ઓગસ્ટથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.ગુમ થયેલા 11 માછીમારોમાંથી અત્યાર સુધઈમાં બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 9:38 એ એમ (AM)
જાફરાબાદના દરિયામાં ડૂબેલા માછીમારોના પરિજનોને તાત્કાલિક સહાય ચૂકવવા તંત્રને સરકારની સૂચના