જુલાઇ 16, 2025 10:28 એ એમ (AM)

printer

જાપાન ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં આજે ભારતના ટોચના બેડમિંન્ટન ખેલાડીઓ તેમના અભિયાનનો પ્રારંભ કરશે

બેડમિન્ટનમાં, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ, લક્ષ્ય સેન અને પુરુષોની ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સહિત ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ આજે ટોક્યોમાં જાપાન ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરી રહેલા સાત્વિક અને ચિરાગ, હાલમાં વિશ્વના 15મા ક્રમે છે. આ વર્ષની શરૂઆતમાં ઈજાગ્રસ્ત હોવા છતાં, તેઓ 2025માં ત્રણ સેમિફાઇનલ અને એક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. આજે સવારે પહેલા રાઉન્ડમાં તેઓ કોરિયાના કાંગ મીન હ્યુક અને કી ડોંગ જુનો સામનો કરશે.