જાપાન ઑપન બૅડમિન્ટનમાં આજે સવારે ટોક્યોમાં પુરુષ ડબલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રન્કીરેડ્ડીની ભારતીય જોડીનો વાંગ ચાંગ અને લિયાંગ વેઈકેન્ગની ચીનની જોડી સામે 22-24, 14-21થી પરાજય થયો.
પુરુષ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેન જાપાનના કોડાઈ નારાઓકા સામે 19—21, 11—21થી હારી ગયા છે.
જ્યારે મહિલા સિંગલ્સમાં, ભારતનાં અનુપમા ઉપાધ્યાયનો મુકાબલો ચીનનાં ખેલાડી વાન્ગ ઝીયી સાથે થશે. તો ભારતનાં ઑલિમ્પિક ચંદ્રક વિજેતા પી. વી. સિંધુ ગઈકાલે દક્ષિણ કૉરિયાનાં સિમ યૂ-ઝિન સામે 21—15, 21—14થી હારી ગયાં.
Site Admin | જુલાઇ 17, 2025 2:13 પી એમ(PM)
જાપાન ઑપન બૅડમિન્ટનની મહિલા સિંગલ્સમાં ભારતનાં અનુપમા ઉપાધ્યાય ચીનનાં ખેલાડી સામે રમશે.
