મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં નૅધરલૅન્ડ્સના રાજદૂત સહિત સેમિ-કન્ડક્ટર ક્ષેત્રના સાત જેટલા વૈશ્વિક અગ્રણીઓની સાથે બેઠક યોજી હતી. દરમિયાન જૅબિક ઇન્ક, ટાટા ઇલેક્ટ્રૉનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, જેટ્રૉ કૅન્સ ટેક્નોલૉજી, ઇન્ફિનિઑન ટૅક્નોલૉજી, સી.જી. સેમિ અને N.X.P. સેમિ-કન્ડક્ટર્સના વરિષ્ઠ અગ્રણી સંચાલકોએ ચર્ચા-પરામર્શ કર્યા હતા.
જેબિલ ઇન્કના ગ્લૉબલ બિઝનૅસ યુનિટના ઍક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડૅન્ટ મેથ્યૂ ક્રોલી અને પ્રતિનિધિ મંડળે શ્રી પટેલ સાથેની મુલાકાતમાં ધોલેરા અને સાણંદમાં તેમના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન વિચારાધિન હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રોના ચેરમેન અને સી.ઈ.ઓ શ્રીયુત નોરીહિકો ઈસીગુરોએ મુખ્યમંત્રીને જાપાનમાં આ વર્ષે યોજાનારા ટેકનૉ એક્સપોમાં આવવા મુખ્યમંત્રીને નિમંત્રણ પણ તેમણે પાઠવ્યું હતું.
Site Admin | માર્ચ 6, 2025 9:55 એ એમ (AM)
જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન – જેટ્રોના વડાએ મુખ્યમંત્રીને આ વર્ષે જાપાનમાં યોજાનારા ટેકનૉ એક્સપો માટે આમંત્રણ આપ્યું.