પશ્ચિમ જાપાનના શિમાને પ્રાંતમાં ગઇકાલે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે . જાપાન હવામાન એજન્સી અનુસાર, પૂર્વીય શિમાને પ્રાંતમાં લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા ઘરોને નુકસાન થયું છે.
દરમિયાન આજે વહેલી સવારે ભૂટાનમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
આજે સવારે તાજિકિસ્તાનમાં 4.7ની તીવ્રતા અને અફઘાનિસ્તાનમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપથી કોઈ નુકસાન ના અહેવાલ નથી.
Site Admin | જાન્યુઆરી 7, 2026 1:55 પી એમ(PM)
જાપાન અને ફિલિપાઇન્સમાં ભૂકંપને કારણે ધરતી ધ્રુજી, કેટલાંક લોકો ઘાયલ થયા.