જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો છે. જેનાથી LDP નેતા સનાઇ તાકાઇચી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. ગઈકાલે સાંજે LDP નેતા સનાઇ તાકાઇચી અને જાપાન ઇનોવેશન પાર્ટીના નેતા હિરોફુમી યોશિમુરા વચ્ચે ડાયેટ ખાતે મળેલી બેઠક દરમિયાન આ સત્તાવાર કરાર કરાયો. બંને પક્ષોએ આર્થિક અને નાણાકીય સુધારા, વિદેશી બાબતો, રાષ્ટ્રીય સુરક્ષા અને ઊર્જા સહિત નીતિગત ક્ષેત્રોની વ્યાપક શ્રેણીમાં સહયોગ કરવાનું વચન આપ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 21, 2025 9:57 એ એમ (AM)
જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો
