જાપાનના ટોક્યોમાં ડેફલિમ્પિક્સ 2025માં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં આજે ત્રણ ચંદ્રક જીત્યા. અનુયા પ્રસાદે 241.1 ના વિશ્વ વિક્રમ ડેફલિમ્પિક સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે પ્રાંજલી ધુમલે 236.8 ના સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો.
પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં અભિનવ દેસવાલે ભારત માટે રજત ચંદ્રક જીત્યો, તે 235.2 નો સ્કોર કરીને દક્ષિણ કોરિયાના તાઈ યંગ કિમથી પાછળ રહ્યો, જેણે 238.2 નો સ્કોર કર્યો. ક્રોએશિયાના બોરિસ ગ્રામન્જેક ત્રીજા સ્થાને રહ્યો.
Site Admin | નવેમ્બર 17, 2025 7:40 પી એમ(PM)
જાપાનમાં ડેફલિમ્પિક્સ 2025માં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ત્રણ ચંદ્રક જીત્યા