જાન્યુઆરી 15, 2026 9:28 એ એમ (AM)

printer

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવનાર છે. વિદેશ મંત્રાલય અનુસાર તેઓ આજે નવી દિલ્હી પહોંચશે. શુક્રવારે, તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે.
શનિવારે, તેઓ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને બાદમાં દિલ્હી મેટ્રોની મુલાકાત લેશે.