જુલાઇ 11, 2025 6:29 પી એમ(PM)

printer

જાપાનના રાજદૂત શ્રીયુત ઍનો કૅઈચીએ રાજ્યમાં કાર્યરત જાપાનીઝ કંપનીઓને સરકાર તરફથી મળતા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો.

જાપાનના રાજદૂત શ્રીયુત ઍનો કૅઈચીએ રાજ્યમાં કાર્યરત જાપાનીઝ કંપનીઓને સરકાર તરફથી મળતા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની સૌજન્ય મુલાકાતમાં શ્રી કૅઈચીએ આજે આ વાત કહી. શ્રી કૅઈચીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં શ્રેષ્ઠ માળખું ઊભું કરવા જાપાનની મિઝૂહો બૅન્ક દ્વારા ધોલેરા અને જાપાનના સેમિકૉન પાર્કમાં સરવે કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું.દરમિયાન શ્રી પટેલે કહ્યું, સેમિકૉન ક્ષેત્રને વિશેષ મહત્વ આપીને રાજ્ય સરકાર નિશ્ચિત સમયમાં વૈશ્વિક કક્ષાનું માળખું પૂરું પાડવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે. તેમણે ગુજરાતને જાપાનનું બીજું ઘર પણ ગણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.