ઓગસ્ટ 14, 2024 2:51 પી એમ(PM)

printer

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરતા શ્રી કિશિદાએ કહ્યું કે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નવી શરૂઆત કરવાની જરૂર છે.
સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી 67 વર્ષીય LDP નેતા પોતાના પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
2021 થી પ્રધાનમંત્રી રહેલા શ્રી કિશિદા પર ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા. જેને કારણે તેમના પક્ષમાં તેમનું કદ ઘટવા માડ્યું હતું.. શ્રી કિશિદાની રાજીનામુ આપવાની જાહેરાતથી એલડીપીના નેતાઓ ચોંકી ગયા છે. એલડીપી 1955 થી લગભગ સતત સત્તામાં રહ્યો છે..